પ્રેમ ક્ષિતિજ - ભાગ-૩

(23)
  • 4.3k
  • 1
  • 2.9k

અમરાપરની શેરીઓ આમ સુની જણાતી હતી પરંતુ ક્યાંક ક્યાંક ચહલપહલ એને જીવંત બનાવી રહી હતી, સવારનો આઠ વાગ્યાની વેળા એટલે કપડાના ધોકાનો નાદ, પાણીના નળનો અવાજ તો ક્યાંક કૂકરની સીટીના સુસવાટા, ગૃહિણીઓના કામની મઘમઘતા રેલાઈ રહી હતી, સુખીસંપન્ન ગ્રામ એટલે સરકારી કચેરીઓથી સજ્જ, સ્કૂલની દીવાલો પર ચીતરેલા ચિત્રો જાણે દરેક વ્યક્તિને શાળાએ ગયા વગર જ્ઞાન આપી રહ્યા હતા. જીપ લઈને નીકળેલા નવજુવાનીયાઓ એમની ચકોર નજર બધે વીજળી વેગે પ્રસરાવી રહ્યા હતા, શ્યામા ક્યાંક મળી જાય! "એલાઓ, જોજો બધેય, શ્યામાદીદી નજરચૂક ના થવી જોઈએ!"- ભાર્ગવ બોલ્યો. "હા ભાઈ, દાદાનો હુકમ છે તો પાળવો જ રહ્યો"- પ્રાયાગે ઉમેર્યું. "પણ સાલું સમજાતું નથી