પ્રેમ ક્ષિતિજ - ભાગ-૨

(22)
  • 4.4k
  • 2
  • 3.1k

મેડી આગળ આવીને ઉભેલા હેમલરાયે સરલાને બૂમ પાડી, "સરલાવહુ, શ્યામા તૈયાર છે ને?" દર વખતે સવાલ પૂછતાંની સાથે જવાબ આપવાવાળી સરલાનો કોઈ જવાબ આવ્યો નહિ, હેમલરાયને જરાક અકળામણ થવા માંડી, એ નીચે ઊભા આઘાપાછા થવા માંડ્યા, બાજુમાંથી જતાં પ્રયાગને એમણે અટકાવ્યો, " ભઈલા, જરા એક ટાપુ કર ને!" "જી દાદાજી, શું કરવું છે તમારે?" "જરા, ઉપર તારી મમ્મી શ્યામાને તૈયાર કરવા લઈ ગઈ છે, જોતો આવને શું ચાલી રહ્યું છે?" "જી ભલે!" - પ્રયાગે હાથમાં રહેલા ઓશિકા નીચે મૂક્યા ને એ પગથિયાં ચડીને મેડીએ પહોંચ્યો. મેડીએ જતાની સાથે જ એ ગભરાઇ ગયો, અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓ જોઈને એને પાક્કો અંદાજો આવી