જન્માક્ષર___________સ્મિત ઘણા સમય પછી પૂનાથી આજે પોતાને ગામડે આવી રહ્યો હતો એટલે તેના દાદી આજે ખૂબ ખુશ હતા.સ્મિત નાનો હતો ત્યારે ખૂબ એના ગામડે રહેતો એને આજુબાજુમાં ઘણા તોફાન મસ્તી કરતો.એના મમ્મી પપ્પા નાનપણમાં ગુમવ્યાં હતા દાદીએ ઉછેર કરી હોસ્ટેલમાં ભણાવ્યો હતો.વેકેશનમાં ગામડે આવતો.એ બધું યાદ આવતું હતું.પૂનાથી નીકળ્યો અને એના મગજમાં ઘણા બધા સવાલો અને ભૂતકાળ યાદ આવવા લાગ્યો.મેથીલીની યાદ આજે આવી ગઈ.એ દસમા ધોરણમાં હતો અને મેથલીની સાથે દાદીના ઘરે એટલે કે,પોતાના ઘરે મળવાનું થયું હતું . મેથલી શ્યામ રંગની હતી પણ રૂપાળી અને નમણી હતી.એટલેએ તેના પ્રત્યે આકર્ષિત થયો હતો. મેથલી તેના ગામની નહોતી એ સ્મિતના બાજુમાં