તરફળતા જીવની છેલ્લી ક્ષણોl

  • 2.7k
  • 996

આજે રવિવારે છે, સુમિતને ઓફિસમાં રાજા હોવાને કારણે આરામથી ઉઠયો. ઉઠીને જાતે ચા બનાવા ગયો. સુમિત મુબઈ નગરીમાં એકલો રહે છે એટલે સ્વાભાવિક રીતે બધું કામ જાતે જ કરવું પડે છે. સવારમાં સુમિત ચા બનાવીને પોતાની ફેવરેટ ખુરશીમાં આવીને બેઠો અને બાજુમાં પડેલા ટેબલ પર ચા મૂકી. ત્યારબાદ સૌથી પહેલા ફલેટનો દરવાજો ખોલીને બહાર આવીને પડેલું છાપું લેવા જાય છે. છાપું લઈને જેવો પાછો અંદર જવા જાય છે. ત્યાં બાજુના ફ્લેટમાં રહેતો છોકરો આવે છે અને એને એક કવર આપે છે અને કહે છે “સુમિતભાઈ આ તમારું કવર ગઈ કાલે આવેલું હતું. અમે ગઈ કાલે રાત્રે બહાર ગયા હતા એટલે