સૂર્યાસ્તની લાલિમા

  • 2.4k
  • 2
  • 1k

તેઓ ઓફિસની બહાર વટ મારતી ગૌરવ ભરી ચાલે નીકળ્યા. આખી ઓફિસે દરવાજા સુધી આવી તેમને આવજો કહ્યું. થોડી વાર પહેલાં સહુએ તેમને સુખપુર્વકનાં અને આનંદમય નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી."આવતા રહેજો. મળતા રહેશું તો જિંદગી આનંદભરી લાગશે." સાહેબે એમ કહીને તેમની સાથે હાથ મિલાવેલા.મિત્રો ગળે મળ્યા, ક્લીગ્સ સહુએ 'કામકાજ કહેજો, અવારનવાર આવતા રહેજો' કહ્યું અને તેઓએ અનેક બદલીઓ બાદની આ આખરી ઓફીસ, સાથે આ નોકરીને અલવિદા કહ્યું અને એ જ હંમેશની ગૌરવવંતી ચાલ સાથે બહાર નીકળ્યા. આખરે ઓફીસ બિલ્ડિંગની બહાર ઉભી ઓફીસ પર એક આખરી નજર નાખી થોડી વાર એમ જ જોઈ રહ્યા. ભૂતકાળની અનેક યાદોમાં જાણે ક્યાં ખોવાઈ ગયા.આજે