આનંદ કાંઈ રૂપિયા દઈને મળતો નથી.એ તો હૃદય માં આપો આપ આવે છે.આ કહાની સત્ય હકીકત આધારિત છે. મારી આસપાસ અને મારા સાંભળવામાં આવેલી વાતોના આધારે આ કહાની લખેલી છે.બરાબર બપોરનો સમય છે ઉનાળાનો તડકો અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીના કારણે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે રોડ પર પાપડ મૂક્યા હોય તો આપો આપ શેકાઈ જાય. ચારે તરફથી ગરમ લુ આવવાથી જાણે ભઠ્ઠી માં બિસ્કીટ શેકાતા હોય તેમ માણસો શેકાઈ છે.મુસાફરો બસ સ્ટોપની બાજુમાં બાવળ ની છાયા માં ગરમીથી પરાસ્ત થઈ પોતાના હથિયાર હેઠા મૂકી ને હારેલા યોદ્ધાની માફક બેઠેલા જણાય છે. બસ સ્ટોપ