શમણાંના ઝરૂખેથી - ૨૦. શમણાં જુએ ભરતી અને ઓટ..!

  • 3.1k
  • 1.6k

૨૦. શમણાં જુએ ભરતી અને ઓટ..! ... નમ્રતાને સુહાસનો જવાબ સાંભળવાની ઈચ્છા હતી, પણ તેમણે 'અત્યારેતો બરોડા ને પછી અમદાવાદ' એમ કહી વાતને ટાળી દીધી..મેઘા સાથે બહાર હોટેલમાં જમી, તેને હોસ્ટેલ પર છોડીને ઘરે પાછા અમદાવાદ પહોંચી ગયા; પણ નમ્રતાને કોઈ જવાબ ન મળ્યો. ઘરે પહોંચતા ઘણું મોડું થયું હતું એટલે એ સંદર્ભે વાત કરવાનું કાઈ ઉચિત નહોતું. નમ્રતાનું ગૃહસ્થ જીવન આખરે નિતનવા અનુભવો સાથે શરૂ થઈ ગયું હતું. મેઘાના હોસ્ટેલ જવાથી, હવે ઘરમાં રહી પાંચ વ્યક્તિ. દિનકરભાઈ એક કંપનીમાં જ કામ કરતા. તેમને ત્રણેક વર્ષ બાકી હતા. અંકુશને કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી એમ.એસ.ડબ્લ્યુ. શરુ કરવાનો પ્લાન હતો. સુહાસની