મુંબઈ ક્રાઈમ 100 - 5

(22)
  • 5.4k
  • 2.8k

'ગણપત રાવ, આ બધા કતલો સંબંધોના કારણે થયેલા છે. મામલો પૈસાનો નથી મગજનો છે. સંપતિનો નથી સંબંધનો છે.’બંને વાતો કરતા હતા ત્યાંજ રાજીવ અને વ્યતિશ પોલીસ સ્ટેશનમાં દાખલ થયા. બન્નેની આંખોમાં હજુ અશ્રુની ભીનાશ દેખાઈ રહી હતી. બન્ને જણ આવીને પરીકરની સામે પ્રશ્ન સૂચક આંખે બેઠા.રાજીવ બોલ્યો, ‘ સાહેબ, કંઈ પતો લાગ્યો! કોણે મારો હસતો ખેલતો પરિવાર રહેંસી નાંખ્યો?’ બોલતા બોલતા એની આંખોમાં ભીનાશ તરી આવી, ‘ આવતી કાલે બા, બાપુજી અને સુજાતાના અસ્થીઓ તર્પણ કરવા માટે નારાયણ સરોવર જાઉં છું. એટલે થયુ તમને મળતો જાઉં. ’ ‘ તપાસ ચાલુ છે. કંઈ ખબર મળશે એટલે તમને ચોક્કસ જણાવી દઈશું. ’