મુંબઈ ક્રાઈમ 100 - 3

  • 3.8k
  • 2.1k

ગણપત રાવે આડોશી – પડોશીઓથી માંડીને પરિવારના અનેક લોકોની પુછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં કંઈ ખબર નહોતી પડતી કે કોણે ખૂન કર્યુ હશે અને શા માટે? કારણ કે નહોતી કોઈ ચોરી થઈ, નહોતો જમીન કે સંપતિનો ઝઘડો, નહોતી કોઈ મોટી દુશ્મની કે નહોતુ દેખાતું કોઈ અન્ય કારણ. તો પછી કોણે અને શા માટે આ હસતા ખેલતા પરિવારને ઉઝાડી નાંખ્યો હશે? એ જ પરિકરને સમજાતું નહોતુ.પૂછપરછને અંતે જે પરિકર ને જે કોઈ પ્રાથમિક માહિતી મળી એ કંઈક આવી હતી. વલ્લભદાસભાઈ દેશમુખ ને એક ભાઈ અને એક બહેન હતી.બહેન સાસરે હતી. ભાઈ વિમલ પણ વેલ સેટ હતા. બાજુની જ સોસાયટીમાં એમનું મકાન.