મુંબઈ ક્રાઈમ 100 - 1

(15)
  • 5.5k
  • 2.7k

દિવાળીનો તહેવાર હોવાથી મુંબઈના રસ્તાઓ રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યા હતા.રાતના દોઢ વાગી રહ્યા હતાં છતાં મુંબઈના રસ્તાઓ હજુ શાંત થવાનું નામ નહોતા લેતા. રંગીન રાતને ઔર રંગીન કરવા નીકળેલા જુવાનીયાઓથી માંડીને કોઈ કાળી મજુરી કરીને નીકળેલા નોકરિયાતો પોતપોતાના સરનામે આગળ વધી રહ્યાં હતા. રાજીવ દેશમુખ એ ઝગમગ ઝમકતી લાઇટ અને ખચોખચ ટ્રાફિક વચ્ચે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ચારે બાજુ ટ્રાફિક જામ હોવાથી એની બાઈક કાચબા માફક ચાલતી હતી. આગળ ચાર રસ્તા પાસે અચાનક સામે એક કાર આવીને રાજીવની મોટર સાઈકલ સાથે ધડાકાભેર અથડાઈ અને રાજીવ ઘસડાતો ઘસડાતો છેક રોડ પર રહેલા ડીવાઇડર પર જઈને પડ્યો. લોકો હજી તેનો