The Next Chapter Of Joker - Part - 39 (Last Part)

(55)
  • 5.9k
  • 3
  • 2.2k

The Next Chepter Of Joker Part _ 39 Written By Mehul Mer “આ બંને અવિનાશ અને આકાશ છે.” જુવાનસિંહે કહ્યું, “જો આજે અનુપમ દીક્ષિત ઝડપાયો છે તો એ આ બંનેને કારણે જ.” બધા લોકો એ બંને જુવાનિયાને જોઈ રહ્યાં. બંનેનાં ચહેરા પર અત્યારે જે ખુશી હતી એ અવર્ણીય હતી.“તમે બંનેએ કેવી રીતે આ કિસ્સામાં સંડોવાયેલા અને કેવી રીતે પ્લાન બનાવી તેને અંજામ આપ્યું એ જણાવો.” જુવાનસિંહે કહ્યું.“જી સર.” કહેતાં અવિનાશે એ દિવસની ઘટનાં પોતાનાં માનસપટલ જીવંત કરી. (અવિનાશ જેલમાંથી છૂટ્યો એ રાત) રાતનાં દસ થયા હતાં. શ્યામ શિખર પાસેનાં બ્રિજ પર હું અને મારા ગ્રુપનાં બધા જ મેમ્બરો બેઠા હતાં.