કમલા - કચરા માં કમલ

  • 4.2k
  • 1.8k

કમલા - કચરા માં કમલ ગયા મહિને જ એક નેતા લાલબાગ બ્રિજ નું ઉદ્ઘાટન કરી ને ગયા ..આ બ્રિજ ની નીચે કેટલાય બેઘર ને ઘર મળી ગયું ત્યાં એકે આખો સમાજ વસવા લાગ્યો એમાં ય કમલા આમ તો પ્લાસ્ટિક , કાગળ નો કચરો વિણનારી એક મામૂલી સ્ત્રી, દારૂ ના લીધે ખોલીમાં પતિ મરવા પડેલો છોકરી કૂબી અને છોકરો હજુ ૪ થા માં આવ્યો હતો . આખો દિવસ કચરો ભેગો કરી કરી ને એમાં થી જે મળે તેમાં આ બધાને પોષવું તેનું રોજીંદુ કામ . ૨૮ ની ઉમર માં તો દુનિયા ના અનુભવો ની ચોપડી થઇ ગઈ . આ કડવાશ તેના