શરાબી: એક ક્રાઇમ સ્ટોરી - 3

(13)
  • 3.5k
  • 1.6k

''એના બંને સાળાઓએ જ મારા દીકરાને મારી નાખ્યો, સાહેબ! એ કાળમુખાઓએ મારો એકનો એક દીકરો ઝૂંટવી લીધો!''માથું પટકીને આક્રંદ કરતા હંસાબહેને ઈન્સ્પેક્ટરને કહ્યું. ''એ બંનેને પકડીને ફાંસીએ લટકાવો, સાહેબ! જરાયે દયા રાખ્યા વગર એમણે મારા ધ્વનિત ને વેતરી નાખ્યો! ''પાડોશીઓ હંસા બહેનને સાંત્વના આપવા મથતી હતી પણ પુત્રની લાશ પાસે બેઠેલી જનેતાએ હૈયાફાટ રૂદન સાથે ફરિયાદ ચાલુ રાખી. ''એ કાળમુખી ગઈ ત્યારે ધ્વનિતને ધમકી આપતી ગયેલી કે મારા ભાઈઓ તને નહીં છોડે. એ રાક્ષસોએ ધાર્યું કર્યું અને મને નિરાધાર કરી દીધી!''ઈન્સ્પેક્ટરે એમની પાસેથી ધ્વનિતના સાળાઓના નામ અને સરનામું લઈ લીધું. હંસાબહેનને ધરપત આપવા માટે એમણે એ જ વખતે અમરેલીના પોતાના