પાછલી સીટ

  • 4.6k
  • 1
  • 1.9k

"પપ્પા , હું આજે સ્કૂલ માં નહિ જાવ .. એ કહ્યું." શા માટે નહિ જાય બેટા, શું થયું ?"" મને સ્કૂલ માં પાછળ ની સીટ (બેન્ચ ) પર બેસાડે છે.""સારું આજે જા, હું કાલે તારા સર સાથે વાત કરી લઈશ "બેટા ને તો સમજાવ્યો ,પણ પોતાનું મન ૩૦ વર્ષ પાછળ જતું રહ્યું. ચોથા ધોરણ થી આ પાછલી સીટ ની પળોજણ ચાલે છે.તે પણ આજ રીતે ઘરે ફરિયાદ કરતો.નિશિથ ને બરાબર યાદ છે કે તેને પાછલી સીટ જીવન માં કેટલી નડી છે. સાયકલ ના આવડે એટલે તેને પાછલી સીટ પર બેસવું પડતું .શાળા માં મિત્રો ,ઘરમાં વડીલો તેને ટોકતા."તને હજુ સાયકલ