ભોળપણ કે મુર્ખામી

  • 4.2k
  • 1.6k

૧૯૯૭ નું વર્ષ હતું, ઔદ્યોગિક તાલીમ સંસ્થા માંથી તાલીમ પુરી કરી સર્ટિફિકેટ ના રેજીસ્ટ્રેશન માટે અમદાવાદ જવાનું થયું. દુનિયા દારી ની બહુ સમજણ ના હતી, એકલા બહાર બહુ નીકળ્યો ન હતો, સંપૂર્ણ પરિપક્વતા આવવાની હજુ બાકી હતી, ઘરે થી ખર્ચ અને મુસાફરી ના ભાડા ના ગણતરી ના પૈસા લઇ ને હું નીકળ્યો, છુટા હાથે પૈસા વાપરી શકાય તેવી આર્થિક પરિસ્થિતિ ન હતી, ભૂખ લાગે તો ઓછા ખર્ચ માં નાસ્તો કરી લેવો , બિન જરૂરી ખર્ચ કરી શકાય તેમ નહતો. શહેર માં નજીક ના સ્થાન પાર પહોંચવા માટે રીક્ષા ના બદલે ચાલી ને પસંદ કરતો. વહેલી સવારે અહમદાવાદ જવા નીકળી ગયો,