મનોમંથન

(13)
  • 3.3k
  • 1
  • 1.1k

વિચાર તારા મને તારી સમીપ લાવી દે છે!હું ભૂલું એ પહેલા જ બધું ફરી તાજું કરી દે છે!નથી જ શક્ય એ જાણે રૂબરૂ કરી દે છે!દોસ્ત! ભીંજાયેલ આંખ ફરી સત્ય રૂબરૂ કરી દે છે!મારો દિવસનો નવરાશનો સમય મારા દીકરા માટે જ કાઢતી... હા, હું મારા દીકરા જોડે નહોતીને! માટે લાગણીને શબ્દોમાં ઢાળતીને હું એની પાસે છું એવું અનુભવી લેતી... કદાચ એક શિક્ષિત મા આમ જ જીવી લેતી હશે એવું હું માનવા લાગી હતી.મારી લાગણી મારી ડાયરીમાં અકબંધ રહેવા જાણે ટેવાઈ ગઈ હોય એમ હું પણ જવલ્લેજ મારા મનનું દર્દ કોઈને કહેતી, કેમ કે કહેવાનો કોઈ મતલબ જ નહોતો. કારણ કે,