મૃત્યુનું સંતોષ

  • 4.1k
  • 2
  • 1.5k

નિશા સ્મશાન માંથી બહાર નીકળી વૃધ્ધા આશ્રમનાં સંચાલક અને અન્ય ચાર પાંચ વૃદ્ધ વ્યક્તિઓ સાથે મળે છે. બે હાથ જોડી અભિવાદન કરી એ એની ગાડી તરફ આવે છે. ગાડીનો દરવાજો ખોલતા એ વિચારે છે કે એ ડ્રાઈવ કરી શકશે કે કેમ ? પરતું સ્મશાન માંથી નીકળવું જરૂરી હોવાથી એ ગાડી હંકારે છે અને પાસે વહેતી નદીનાં બ્રીજ ઉપર આવી એ ગાડીને સાઈડ માં પાર્ક કરે છે. ગાડી નાં દરવાજા ખોલી નાખી એક ઊંડું શ્વાસ લે છે. અને અઠવાડિયા પહેલા આવેલા એના મોટા કાકા નાં ફોન ને યાદ કરે છે. ફોન ગામડાથી આવેલ હતું અને મોટા કાકા કહેતા હતા કે નિશા