જાહલ

  • 3.7k
  • 1.6k

જાહલ જ્યાં આજે પણ ગામની દરેક દીકરી ફળાને માથુ નમાવીને સાસરે જાય છેજાન ઉઘલવાની હોય, પિયરપક્ષ છોડવાની વેળાએ દીકરી ચોધાર આંસુએ રડતી હોય, મા-બાપ અને બહેનપણીઓ કન્યાને ગળે લગાડી આશ્વાસનો આપતા હોય, દીકરીને ઘરનો ઉંબરો ઓળંગવો ડુંગર જેવડો લાગતો હોય, આ બધા વચ્ચે વરપક્ષ વિદાય મેળવવા ઉતાવળો થતો હોય છતાં દીકરીને તેના પિયરીયાં મંદિરે લઈ જાય છે. દીકરી માતાજીના ફળાને ખોળો પાથરી, મસ્તક નમાવી આશીર્વાદ મેળવે પછી જ તેને અશ્રુભીની વિદાય આપવામા આવે છે. આ પરંપરા આજ-કાલની કે સદી જૂની નથીપણ એક હજાર વર્ષ પુરાણી છે. હરિજન હોય કે બ્રાહ્મણ, હિન્દુ હોય કે મુસ્લિમ ગામના દરેક પરિવરો આ પ્રથાને શ્રધ્ધાભેર અનુસરે