દિકરી..!

(21)
  • 5.5k
  • 2.1k

આજે આશિષ ખૂબ ખુશ હતો. ઘરે મોટી પાર્ટીનુ આયોજન કર્યું હતું. વહેલો ઊઠીને દોડાદોડી કરી રહ્યો હતો, સવારના પહોરમાં બિલ્ડિંગ કોમ્પલેક્ષના સેક્રેટરી પાસેથી ટેરેસની ચાવી લઈને ડેકોરેશન વાળાને આપી દીધી હતી. ચાર બિલ્ડીંગની સંયુક્ત ટેરેસ હોવાથી જગ્યા વિશાળ હતી. મોંજીનીસમાં પત્ની અમી સાથે જઈને થ્રી સ્ટોરી કેકનો ઓર્ડર આપી આવ્યો હતો. બાળકોના મનોરંજન માટે બે જોકર અને એક જાદુગર બુક કરી લીધાં હતાં. ફુડ માટે શહેરના નામી કેટરર્સને ઓર્ડર આપ્યો હતો તેની સાથે પણ સવારથી ત્રણ વાર મેનુ ડિસ્કસ કરી ચૂક્યો હતો. ક્યાંય કોઈ કસર ન રહેવી જોઈએ, અને કસર રહે પણ શું કામ? આજે એની લાડકી દિકરી અદ્વૈતાનો પહેલો