सामंजस्य

  • 3.1k
  • 1.1k

ઉતરાયણની સવારે આઠ વાગ્યે બધા મૌલિક ના ઘરે પહોંચી જાય છે. મૌલીકનાં મમ્મી સુનીતાબેને બધા માટે ગરમાગરમ ગાંઠિયા, પૌહાનો નાસ્તો તૈયાર રાખ્યો છે. બધા ફટાફટ નાસ્તો કરીને અગાશીએ પહોંચી જાય છે.'એના' એક ફિરકી લઈને તેને માઈકની જેમ પકડે છે."Hello, કાલે આપણે decide કર્યું હતું તેમ, આજે 'આરીફ ' અને 'હરનીત ' વચ્ચે kite competition છે."" અચ્છા,પેલા એ તો કહે છે કોમ્પીટીશન ને ગુજરાતી માં શું કહેવાય?મૌલિકે મજાક કરી.'એના'માટે આ અઘરો પ્રશ્ન હતો. તે વરસોથી ગુજરાતમાં જ રહેતી હતી, પણ ક્રિશ્ચિયન હોવાથી, ગુજરાતીના અમુક શબ્દો ના ઉચ્ચારણ કરવાનું તેને ફાવતું ન હતું."I know, I know, it is simple, it is 'સરપધા'."બધા