દૂધનો એક પ્યાલો

(11)
  • 4.1k
  • 1
  • 1.5k

"તે હેં પાપા, આ મારા ટીચર કહેતા હતા એમ ગાય અને ભેંસ દૂધ આપે એ ડેરીમાં જાય ને ત્યાં પ્રોસેસ થઈ પાઉચમાં આપણે ઘેર આવે તો એ કેવી રીતે બધું થાય?"નાનો મિતુલ એના પપ્પા સંજયભાઈને પૂછી રહ્યો."ગુડ ક્વેશ્ચન બેટા. દૂધ આપણા બધા માટે જરૂરી છે. એ પ્રોટીન, ફોસ્ફરસ ને કેલ્શિયમ આપે. પણ એક જમાનો હતો જ્યારે ઘરમાં લોકો ગાય રાખતા અને દૂધ દોહતા. આજથી દોઢસો બસો વર્ષ પહેલાં શહેરોમાં પણ એવું હતું. પછી રહેવાની જગ્યા ઓછી થવા લાગી એટલે ગાય ભેંસ બાંધવાની જગ્યા ન મળે, એની દેખભાળ પણ ખૂબ કરવી પડે અને એ વખતે જોઈન્ટ ફેમિલી હતાં. દાદા દાદી તો