જો પ્રેમ હોય તો

(22)
  • 6.3k
  • 1
  • 2.2k

મોડી સવારે ગામના એક ઘરના દરવાજે ટકોરા પડ્યા. કોણ આવ્યું હશે એમ વિચારતા આધેડ વયની બાઇએ વહુને સાદ પાડ્યો, વહુ… જરા જો તો કોણ છે… ? વહુએ સાડીનો છેડો સરખો કરી માથું ઢાંકી દરવાજો ખોલ્યો જોયું તો સામે સફેદ દાઢીધારી ત્રણ પુરુષો ઉભા હતા. અજાણ્યા પુરુષોને જોઈને વહુ થોડી ખચકાઇ પણ તુરંત સ્વસ્થતા મેળવતાં બોલી બા… કો’ક મેમાન છે પણ હું ઓળખતી નથી. . કોણ હશે એમ વિચારતા વિચારતા બાઇ બહાર આવીને જુએ છે તો ત્રણ જણાં સામે ઉભા છે. એ પોતે પણ ઓળખતી નથી છતાં એમને આવકાર આપતા બોલી આવો.. પધારો… ત્રણમાંથી એક જણે ઉંબરે ઉભા ઉભા ઘરની અંદર નજર