ડરનું તાંડવ - ભાગ 10 - છેલ્લો ભાગ

(52)
  • 4.5k
  • 2
  • 2.5k

ડરનું તાંડવ ભાગ-10 ખૂનીનો પર્દાફાશ હરમન અને જમાલ પોલીસ સ્ટેશનેથી પોતાની ગાડી લઇ સુરેન્દ્ર મજમુદારના ઘરે પહોંચ્યા. સુરેન્દ્ર મજમુદાર અને એમની પત્ની પુષ્પા મજમુદાર બંન્ને હરમનની રાહ જોઇ રહ્યા હતાં. "આવો હરમનભાઇ, બેસો, તમારા કારણે મારા મનનો ડર નીકળી ગયો. જોકે તેજપાલ રાજવંશનું ખૂન થયું એ દુઃખદ વાત કહેવાય, પરંતુ સાચું કહું તો એ ના મર્યો હોત તો એ ચોક્કસ મને મારી નાંખત." સુરેન્દ્ર મજમુદારે હરમન અને જમાલને આવકાર આપતા કહ્યું હતું. હરમન અને જમાલ સોફા ઉપર બેઠાં. "જો સુરેન્દ્રભાઇ, તેજપાલ રાજવંશનું ખૂન થયું અને તમે એના ડરમાંથી નીકળ્યા, આ બધું એક યોગાનુયોગ છે. આ કેસમાં મેં કશું કર્યું