ડરનું તાંડવ - ભાગ 4

(26)
  • 4.5k
  • 3
  • 2.9k

ડરનું તાંડવ ભાગ-4 હરમન અને તેજપાલનો ટકરાવ "બોસ, તમે કહો છો એ પ્રમાણે તેજપાલના સસરા દીપકભાઇ જેને આપણે લકવાગ્રસ્ત અવસ્થામાં જોયા છે એ તેજપાલ જોડે બદલો લેવાનો પ્લાન બનાવી રહ્યા છે અથવા તો બનાવ્યો છે. એક લકવાગ્રસ્ત માણસ કઇ રીતે કોઇને મારવાનો પ્લાન બનાવી શકે? ધારો કે, એ કોઇ બીજાના માધ્યમથી તેજપાલને મારવાનો પ્લાન બનાવે પણ ખરા તો કમસેકમ એમને ઘરમાંથી બહાર તો નીકળવું પડે, કારણકે ખૂનની સોપારી આપનાર વ્યક્તિ પોતાનું ઘર ખૂનીને તો ના જ બતાવે. હવે બોસ તમે જ વિચારો કે આવી લકવાગ્રસ્ત હાલતમાં એ ક્યાં કોઇ ખૂનીને સોપારી આપવા જવાના છે?" જમાલે એના મનમાં ઊભો થયેલો