ચક્રવ્યુહ... - 11

(51)
  • 5.7k
  • 5
  • 4k

ભાગ-૧૧ “હાઉ આર યુ યંગ બોય રોહન?” સુરેશ ખન્નાએ ઉત્સાહપૂર્વક આવતા તેને પૂછ્યુ.   “વેરી ફાઇન સર. બસ આજે ડિસ્ચાર્જ મળી જશે.”“ઇટ’સ ઓ.કે. યંગ મેન. હજુ બે-ચાર દિવસ આરામ કર્યા બાદ જ ઓફિસ જોઇન કરજે. બાય ધ વે, આ બાબતની જાણ તારા ઘરે તે કરી કે નહી?”   “બસ આજે સવારે જ ફોન આવ્યો હતો પપ્પાનો ત્યારે મે તેમને બધી વાત કરી, પહેલા જાણ કરી હોત તો તે નાહક ચિંતા કરત, આજે પપ્પાને કહ્યુ તો તેઓ અહી આવવા માટે જીદ્દ કરવા લાગ્યા. મહા મહેનતે મે તેમને રોક્યા છે.”“જો રોહન, મા-બાપનું દિલ બહુ નાજુક હોય છે, સંતાન પર નાની અમથી તકલિફ