ચક્રવ્યુહ... - 5

(51)
  • 6.1k
  • 5
  • 4.7k

ભાગ-૫ બીજે દિવસે રવિવાર હતો આથી રોહનને શાંતિ હતી. પોતાના રૂમ પર પહોંચી તેણે આરામ કર્યો. બીજા દિવસથી જ ટ્રેનીંગ જોઇન કરવાની હોવાથી ન્યુ બેગ અને ટાઇ તથા અન્ય વસ્તુઓની ખરીદી કરી લીધી. રાત્રે બહાર જ ડિનર કરી રોહન રૂમ પર આવી ગયો અને વહેલો જ ઊંઘી ગયો.   વહેલી સવારે ઉઠી નાહીધોઇને રોહન તૈયાર થઇ આઠ વાગ્યે ઘરેથી ઓફિસ જવા નીકળી ગયો. તેના રૂમથી ઓફિસ વચ્ચેનું અંતર વીસેક મિનિટ જેવુ જ હતુ અને ઓફિસનો સમય ૯.૦૦ વાગ્યાનો હતો પણ પહેલો જ દિવસ હોવાથી રોહન કોઇ રીશ્ક લેવા ઇચ્છતો ન હતો આથી તે વહેલો જ ઓફિસ જવા નીકળી ગયો. “હેલ્લો