ચક્રવ્યુહ... - 1

(73)
  • 12.9k
  • 16
  • 8.3k

ભાગ-૧ RUPESH GOKANI “આજે તેનો ઇન્ટરવ્યુ હતો. ઇન્ટરવ્યુની તેને ચિંતા પણ હતી અને બીજી બાજુ તે એકદમ ખુશ પણ હતો. ખુશી અને ચિંતા વચ્ચે ઝોલા ખાતા તેને રાત્રે ઊંઘ પણ બહુ ઓછી આવી હતી. છેલ્લા એક વર્ષથી જે કંપનીમાં પોસ્ટ મેળવવા માટે તે તૈયારી કરતો હતો તે દિવસ આવી ચુક્યો હતો, હવે બસ એક રાત બાકી હતી.   ખન્ના ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દિલ્હીની ખુબ જ ખ્યાતનામ કંપની હતી. ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ તેની શાખા વિસ્તરેલી હતી. કોઇપણ વ્યક્તિ આ કંપનીમાં નોકરી મળે તેને પોતાનુ સદભાગ્ય સમજતા પરંતુ જેની વિખ્યાતી આટલી મોટી હોય તે કંપનીમાં સરળતાથી નોકરી મળી શકતી નહી.