વગડાનાં ફૂલો - 3

  • 3.9k
  • 2k

પરબતભાઇ અને કાર્તિકની અંતિમક્રિયા પતાવી ત્રણે સ્ત્રીઓ પોતપોતાના ખૂણા પકડી બેઠી હતી. પરિસ્થિતિ કોણ કોને સહારો આપે એવી હતી. માટે ત્રણેયે પોત પોતાની રીતે જીવતા શીખી લીધું. પંદર દડાનો સમય રેતીની માફક કેમ પસાર થઈ ગયો એ ખબર ન રહી. ત્રણેય એક બીજાના મોંઢા જોઈ બેઠી હતી. આંસુઓ ક્યારનાય સુકાય ગયા હતા. હવે તો કોરી ધાકાળ આંખોમાં જીવન કેમ પસાર કરવું એની ચિંતા દેખાતી હતી. કડવીબહેનનાં હોઠ પૂનમને કઈક કહેવા મટે ફફડ્યા ન ફફડ્યા એવામાં મોહનભાઈ હાથમાં ત્રિકમ અને કોસ લઈને આવ્યા. પાછળ લાકડીના ટેકે જમકુમાં પણ ચાલ્યા આવતા હતા. મોહનભાઈ અને જમકું માં નું આવવાનું