શમણાંના ઝરૂખેથી - 5 - શમણાં કરે સરવાળા..

(11)
  • 3.7k
  • 2.2k

૫. શમણાં કરે સરવાળા.. નમ્રતા... એય, નમ્રતા...! ચકુ, ઉઠી જા, બેટા.. માથે સુરજ ચડી આવ્યો છે. ચાલ ઉઠી જા. નમ્રતાને જગાડવા માટે, મમ્મીને શબ્દો હજુય ઓછા પડ્યા હોય તેમ, " બેટા, ત્રણ મહિનામાં સાસરે જતી રહીશ. ત્યાં આમ મોડે સુધી સુવા નહીં મળે. એટલે તારે વહેલા ઉઠવાની હવે ટેવ પાડવી પડશે...!" બે હાથ ફેલાવીને આળસ મરડતા મરડતાં, તેણે મમ્મીનો હાથ પકડી ને ધીમેથી પલંગ પર પોતાની બાજુમાં બેસાડી દીધી. "શું મમ્મી તમેય..? તમારી દીકરીને ટેવ પાડવા માટે આટલો બધો સમય થોડો જોઈએ..!" એમ કહી, મમ્મીના ખોળામાં માથું મૂકી, બેઉં પગને ઉપરની બાજુએ પેટ તરફ અડધે સુધી ખેંચી, આડા પડખે ગોઠવાઈ