ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 4

(25)
  • 5.5k
  • 1
  • 3.5k

આગળના ભાગમાં આપણે જાણ્યું કે,સરપંચ શિવાભાઈ, તેમના મિત્ર ભીખાભાઈ સાથે મોર્નિંગ વોક કરતા હોય છે, ને તેમના કાને..... સ્કૂલમાં વાગી રહેલ દેશભકિતના ગીતો સંભળાતા જ, તેઓ એટલેથી જ ફટાફટ પાછા વળે છે.આ બાજુ,સ્કૂલમાં પણ ધ્વજવંદન, અને અન્ય કાર્યક્રમોની છેલ્લી ઘડીની તડામાર તૈયારીઓ થઈ રહી છે.જે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે, તેમાંથી અમુક બાળકો, સ્ટેજની પાછળના ભાગે રિહર્સલ કરી રહ્યા છે. અમુક બાળકો, પોતાના ગેટપમાં આવવા હજી તૈયાર થઈ રહ્યા છે. જ્યારે સ્કૂલના બાકીના બાળકો, કે જેમણે કોઈ એક્ટિવિટીમાં ભાગ નથી લીધો, તે તમામ બાળકો, સ્કૂલના મેદાનમાં જ્યાં ધ્વજવંદન થવાનું છે, ત્યાં લાઈનસર ને સિસ્તબધ્ધ ગોઠવાઈ ગયા છે. આચાર્યની ઓફિસમાંથી, પ્યુન આચાર્યબહેનને ફોન લગાવી રહ્યો છે, ને