રુદયમંથન - 5

(18)
  • 3.4k
  • 1
  • 2.1k

આગળના ભાગમાં આપણે જોયું કે દેસાઈ પરિવાર રતનપુરા જવા માટે બસમાં બેસી ગયો છે, મનેકમને ધર્મસિંહની પ્રોપર્ટીની લલાસાએ સૌને મજબુર કર્યા છે! અમદાવાદના પોશ વિસ્તારમાં વર્ષોથી રહેતો દેસાઈ પરિવાર જેઓએ કોઈ દિવસ ગામડાનો રંગ જોયો જ નહોતો તેઓ આજે એમનાં મૂળ વતન તરફ જઈ રહ્યો હતો, ગામડું ગુજરાતના કયા ખૂણે છે એની ખબર તેઓના બાળકોને જરાય ખબર નહોતી તો ગામડાનો અણસાર તેઓ કઈ રીતે લગાવે? "હેય ગાઈઝ! લીસન ટુ મી, આપણે કંઈ સાઈડ જઈ રહ્યા છે? મેં ગૂગલમાં ચેક કર્યું પણ એમાં તો બહુ બધા રતનપુરા શો કરે છે?" - વિધાન