રુદયમંથન - 2

(21)
  • 3.6k
  • 1
  • 2.4k

ધર્મસિંહનું બેસણું સમાપ્ત થયું, સૌ પોતપોતાના કામમાં પાછા પરોવાઈ ગયા, જમવાનો સમય થઈ ગયો હતો એટલે મેઘે સૌને પહેલાં જમવાનો આગ્રહ કર્યો, મુનિમજી અને કેસરીભાઇને પણ એમને જમવાનો આગ્રહ કરતાં તેઓ પણ ભાણે બેઠાં. વસિયત વાંચતાં વાર થાય અને એમનાં નિર્ણયો લેતા વાર થવાની હોવાની જાણ કેસરિભાઈ અને જેસંગજીને ખબર હોવાથી એમણે ભોજનને ન્યાય આપ્યે જ છૂટકો હતો. "માધવી, જરાય કચાશ નો આવવા દેતી વકીલસહેબની મહેમાનગતિ!"- આકાશે રસોડા તરફ બૂમ પાળતાં કહ્યું. "જી, મહેમાનગતિ કરવામાં દેસાઈ પરિવાર ક્યારેય પાછો નથી પડ્યો હ!"- માધવીએ એના પરિવારની આબરૂ રૂઆબભેર આગળ કરી. "હા, કરી લેવા દ્યો આજે