વિશ્વાસઘાત

(11)
  • 3.4k
  • 1.4k

આજે નિકીતા ખુશ હતી. એને મુંબઇથી દૂર દહેરાદૂનમાં એક સરકારી સ્કૂલમાં નોકરી મળી ગઇ હતી. એણે આજે રાત્રે ઘરમાં પોતાનો નિર્ણય જણાવવાનું નક્કી કર્યું. એ રાત્રે એણે મમ્મી-પપ્પા અને ભાઇ-ભાભીને પોતાનો નિર્ણય જણાવી દીધો કે એ બે દિવસમાં દહેરાદૂન માટે નીકળે છે. મમ્મીએ કહ્યું કે આટલું દૂર શું કામ? નોકરી તો અહીં પણ મળી જશે. ને ગુડીયા પણ ચાર વરસની જ છે. પણ એ ન માની. એમ પણ અમનના ગયા પછી એ ભાઇ-ભાભી પર બોજ બનવા નહોતી માંગતી. એના લીધે મમ્મીને ભાભીના સાંભળવા પડતા ટોણાંથી એ અજાણ નહોતી જ.દહેરાદૂનમાં એને સરકારી ક્વાટર