ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૪

  • 3.4k
  • 1.5k

નોવોટેલ હોટલ, અમદાવાદ રૂમ નંબર ૨૦૪માં નિશા દાખલ થઇ. દરવાજાની બરોબર સામે જ ગોઠવેલ સોફા પર શિલ્પા બિરાજમાન હતી. નિશાએ શિલ્પાના કિનાયને અનુસરી સોફા પર સ્થાન ગ્રહણ કર્યું, જે સોફો બરોબર શિલ્પાની સામે જ હતો. નિશાએ ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલ ઘટના વિષે સવિસ્તાર વાત કરી. વાત કરી કે કેવી રીતે તેના ટેબલ પર કૉફીનો પ્યાલો ઢળ્યો? કેવી રીતે તેના બનાવેલ પ્રપોઝલને ધરાવતા લૅપટોપે તેનો સાથ છોડી દીધો? કેવી રીતે તેના પગમાં ઇજા પહોંચી? કેવી રીતે તે સંપૂર્ણ રજૂઆત બતાવવા માટે અસમર્થ બની હતી? છતાં પણ નિશાના ચહેરા પરથી જુસ્સો ઘટ્યો નહોતો. આત્મવિશ્વાસથી ચહેરો છલકાતો હતો. તેણે શિલ્પાને રજૂઆત