ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૩

  • 2.9k
  • 1.2k

નોવોટેલ હોટલ, અમદાવાદ ઇસ્કોન ચાર રસ્તાથી ડાબી તરફ વળતા જ થોડાક અંતરે આવેલ નોવોટેલ હોટલ તરફ વ્હાઇટ ઍક્ટિવાએ વળાંક લીધો. સિક્યોરીટી ગાર્ડ દ્વારા દર્શાવેલ અંડરગ્રાઉન્ડ પાર્કીંગમાં ઍક્ટિવા પાર્ક કરીને કાજલ, તેણે આજ દિન સુધી તૈયાર કરેલ વિવિધ ડ્રોઇંગ પેપર્સ સાથે લઇને ગ્રાઉન્ડ ફ્લોર તરફ આવી. તેને પણ શિલ્પાની આસીસ્ટંટ દ્વારા મેસેજ મોકલી તે જ દિવસે મળવાનું આમત્રંણ મળેલું, જે દિને નિશા અને વૃંદા મળવા આવેલા. હોટેલમાં પ્રવેશવા માટેના પારદર્શક કાચના દ્વારને કાજલે અંદરની તરફ ધકેલ્યો. ઘેરા ગુલાબી ટ્રેક અને આછી ગુલાબી ટી-શર્ટ ધારણ કરેલ કાજલના ડાબા હાથમાં પર્સ લટકતું હતું અને જમણા હાથના ધડ સાથે જોડાઇને બનેલા સકંજામાં