સંસ્કૃતિ

  • 7.4k
  • 2.9k

સંસ્કૃતિમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ ( ફેશન)નું વળગણ..!===================== ભારત દેશ ભાતીગળ સંસ્કૃતિની ગરવી ગરિમાના કારણે એક આગવી શૈલી ધરાવતો દેશ છે. સમય જતાં કાળક્રમે કેટલીય સંસ્કૃતિઓ લુપ્ત થઇ ગઇ. પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે ને કે જેને હાલ પણ વિદેશોમાં લોકો અનુસરણ કરવા માટે પ્રેરાય છે. માનવજીવનને અડીખમ ઉભી રાખી અને જીવવાની પ્રેરણા આપતી સંસ્કૃતિ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. એક બાજુ હિમાલય બીજી બાજુ ગંગા નદી એ આપણી આગવી ઓળખ છે. મહાવીર અને ગૌતમ બુદ્ધ ની ભૂમી છે. આપણે ભારતીયોનું માનવજીવન આ પરંપરાથી તો ઉજળું છે .આ સંસ્કૃતિ આપણા સંસ્કારો વણાઈ અને માનવ તે અનુરૂપ જીવન જીવવા લાગ્યો.