ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 2

(32)
  • 6.6k
  • 2
  • 4.5k

ભાગ - ૨આ વાત છે, તાલુકા કક્ષાના એક શહેરની નજીક આવેલ, ગામ તેજપુરની. આ વાત છે, તેજપુર ગામમાં વસતા, આશરે પંચાવન છપ્પન વર્ષની ઉંમરે પહોચેલા, સ્કૂલના આચાર્ય એવા સીતાબહેનની.સીતાબહેન પોતે વિધવા છે, તેમજ હાલ તેઓ, તેજપુર ગામમાંજ આવેલી, પ્રાથમિક શાળામાં, આચાર્ય તરીકેની પોતાની જવાબદારી ખૂબજ સુંદર રીતે સંભાળી રહ્યા છે. સુંદર રીતે એટલાં માટે કે, સીતાબહેન એમની સ્કૂલની આચાર્ય તરીકેની એ જવાબદારી, ખાલી હોંશે-હોંશે નહી, પરંતુ.....પૂરેપૂરા ઉત્સાહ, અને પરોપકારની નિસ્વાર્થ ભાવના સાથે, તેઓ પોતાની કામગીરી સંભાળી રહ્યાં છે. સીતાબહેન, તેમની સ્કૂલ અને સ્કૂલના જરૂરિયાતમંદ અને હોંશિયાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય, અને તે બાળકોની સુંદર કારકિર્દી માટે, એકપણ દિવસ, જરાપણ થાક્યા, કે કંટાળ્યા સિવાય, અને અવિરત, તન, મન અને ધનથી, એમનાથી બનતી