ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 4

(31)
  • 4.7k
  • 2
  • 2.9k

ઇન્સ્પેકટર પ્રતાપ ભાગ-૪ ખૂનનું રહસ્ય ક્રિકેટમાંથી ઇન્સ્પેક્ટર પ્રતાપે પોલીસ સ્ટેશને પરત આવ્યા બાદ આખા કેસની દરેક દરેક કડીઓને વારા ફરથી કાગળ પર લખવા માંડી અને કેસને પોતાના વ્યુહથી જોવા લાગ્યો હતો. સબ ઇન્સ્પેક્ટર ગણેશ તલપડે સામેની ખૂરશીમાં આવીને બેસી ગયો હતો અને પ્રતાપના ચહેરા પર બદલાતા હાવભાવને જોઈ રહ્યો હતો. લગભગ અડધો કલાક આખા કેસ ની વિગતો લખી અને ચકાસ્યા બાદ ઇન્સ્પેક્ટર પ્રતાપે પોતાના દીકરાને ક્રિકેટનું કોચિંગ આપનાર આશુતોષ ગોવારીકર ને ફોન કર્યો અને આશુતોષ જોડે ફોન પર થોડી પૂછપરછ કરી અને પોલીસ સ્ટેશને આવવા માટે કહ્યું હતું. પ્રતાપની પૂરી વાત આશુતોષે સાંભળ્યા પછી પોલીસ સ્ટેશન આવવાની હા પાડી