સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 5

  • 4.5k
  • 1.8k

કામળીનો કોલ" આ ગામનું નામ શું ભાઈ?”“નાગડચાળું. કયાં રે'વાં ?”“રે'વું તો મારવાડમાં. હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા ! ”“ચારણ છો ?”“ હાં, આંહીં રાતવાસો રેવું છે. કોઈ રજપૂતનું ખોરડું છે આંહી ?”“હા, હા. દરબાર સાંગાજી ગેાડની ધીંગી ડેલી છે ને, ગઢવા ! પાધરા હાંકી જાઓ. કવિઓની સરભરા કરવામાં અમારા સાંગાજી ઠાકોરનો કચ્છમાં જોટો નથી, ગઢવા ! હાંકો પાધરા. ”એટલું કહીને રાતના અંધારામાં એ ગામનો આદમી સરી ગયો. ખૂણે ઊભો રહીને તાલ જોવા લાગ્યો. 'આજ બેટાને બરાબર ભેખડાવી મારું. બેટો સાંગડો, ગામ આખાનાં વાછડાં ચારે, ને હું કોટવાળ તોયે મારાં ત્રણ વાછડાંની ચરાઈની કોરી માગી હતી દીકરે! આજ આ ગઢવો જો