શમણાંના ઝરૂખેથી - 3 - શમણાંને ફૂટી પાંખ..

(12)
  • 3.9k
  • 2.6k

૩. શમણાંને ફૂટી પાંખ.. જોતજોતમાં બીજું અઠવાડિયુંય પત્યું. બેઉ કુટુંબના સગા-વ્હાલા, ઓળખીતા-પાળખીતા, સ્નેહીજનો અને પડોશીઓ ભેગા થયા, મળ્યા, રીત-રસમ પુરા કર્યા, મજાક-મસ્તી અને આનંદભરી વાતોથી ઘર ધમધમતું કરી દીધું અને વિવિધ વાનગીઓની મહેકથી ઘરમાં એક પ્રસંગની સુવાસ અને ઉલ્લાસ ભરી દીધો; અને ક્યારે સગપણની ઔપચારિકતા પુરી થઈ ગઈ, અને પુરા ઘરમાં નીરવ શાંતિ પથરાઈ ગઈ - જાણે બધું એટલું ઝડપથી પતી ગયું કે એમ થાય કે 'કાંઈક છૂટી ગયું, કાંઈક રહી ગયું, કે કાંઈક ખોવાય ગયું..! બસ, કાંઈ ખબર જ ના પડી - બધું યંત્રવત થઈ ગયું હોય એમ લાગે.. "દિવસ કેમ નીકળી ગયો, ખબર જ ના પડી.." મમ્મીની વાતમાં