મુક્તિ

  • 2.9k
  • 970

લાલ ચટાક સાડી, લીલાં અને સોનેરી રંગનું આભલાં ભરેલું બ્લાઉઝ, અણીયારી સુરમઈ આંખો, હોઠો ઉપર ઘાટ્ટા લાલ રંગની લિપસ્ટિક, અને કપાળે શોભતી લીલા રંગની જરીવાળી બિંદી. કાળા ભમ્મર વાળ ઓળતી તે તૈયાર થઈ રહી હતી ત્યારે સામે રહેલા અરીસામાં પડતા તેના પ્રતિબિંબથી અરીસો ખુદ શરમાઈને લાલચોળ થઈ ઊઠ્યો. તેની ઝગારા મારતી સુંદરતા આગળ ઓરડામાં પ્રસરેલા બલ્બની રોશની પણ સંકોચાઈ રહી હતી. નાનકડી મુક્તિ રોજની જેમ તૈયાર થતી માને સ્નેહભરી આંખોએ અપલક જોઈ રહી. મા જેવી સુંદર સ્ત્રી તેણે આખા મહોલ્લામાં ક્યાંય જોઈ નહોતી. પણ મુક્તિને તે સમજાતું નહોતું કે આખો દિવસ આમ લઘરવઘર ફરતી મા રોજ રાતનાં જ કેમ આમ સરસ