ધૂપ-છાઁવ - 47

(7.4k)
  • 5.5k
  • 1
  • 3.6k

ઈશાન તો તેની મસ્તીમાં જ ખોવાયેલો છે અને અપેક્ષા તેની નજીક આવતાં જ તેણે અપેક્ષાને ધક્કો મારી બેડ ઉપર સુવડાવી દીધી અને પછી તેની ઉપર ચુંબનનો વરસાદ વરસાવી દીધો. અપેક્ષા બૂમો પાડતી રહી, તેને રોકતી રહી અને ઈશાન તેને ચુંબન કરતો રહ્યો...કરતો રહ્યો... એટલામાં ઈશાનના સેલ ફોનમાં રીંગ વાગી એટલે બંનેનું ધ્યાન તેમના રોમાંસ ઉપરથી હટીને ફોન ઉપર ગયું ઈશાને સેલ ફોન ઉઠાવ્યો... તો કટ થઈ ગયો.. ઈશાને કોનો ફોન છે જોયા વગર ફોન બાજુમાં મૂકીને પાછો પોતાની મસ્તીમાં ગૂમ થઈ ગયો અને એટલામાં ફરીથી તેના સેલફોનમાં રીંગ વાગી... તેણે તરત જ ફોન ઉઠાવ્યો.... અને જોયું તો મોમનો ફોન હતો