ગોપ આભીર વિકા આપા ભરવાડે સિંહનું જડબું ચીરી નાંખ્યુ - ગોપ આભીર વિકા આપા ભરવાડે સિંહનું જડબું ચીરી ના

  • 5.9k
  • 2.5k

ગોપ આભીર વિકા આપા ભરવાડે સિંહનું જડબું ચીરી નાંખ્યું..... ”ઓહો ! તને ખોટુંય તરત લાગી જાય, આ તો મને થયું કે આ દેરાણી આવે ઈ’ પેલા તમે વાઘ મારી ધાક જમાવી દેશો એટલે મારાથી બોલાય ગયું !” ભાભીએ વિકાને ચીડવતા મજાક સાથે ઘીથી નીતરતો રોટલો, કઢી અને ગોળ પીરસ્યા. ધોમધખતા સૂરજના તાપમાં ઘેર આવેલા વિકાના મગજમાં ગરમીનો પારો ચડી ગયો હોય મજાક સહન ન થતા ભર્યા ભાણાને બેય હાથ જોડી ભૂખ્યા પેટે ઊભો થઈ ગયો.“અરે, વીકા શું થયું ? કેમ રોટલો ખાધા વગર ઊભો થઈ ગયો ?” ”ભાભી, તેં તો આજ મારી આંખ ઉઘાડી દીધી; હવે તો બબ્બર શેરને માર્યા વગર રોટલાનું બટકુંય