રાજા ને ગમે તે

  • 4.8k
  • 1.8k

હજી ગયા અઠવાડિયે મારા સગા સાળા ના લગ્ન હતા, લગ્ન ના બે દિવસ પહેલા એક દિવસ સાંજે ગીત ગાવા નો પ્રોગ્રામ હતો, ગીત ગાવા માં પુરુષ નું તો કઈ કામ હોય નહિ એટલે હું એક બાજુ સાઈડ માં ખુરશી પર શાંતિ થી બેઠો હતો અને વિચારતો હતો કે મારા પોતાના લગ્ન ને જોત જોતામાં 9-10 વર્ષ થઇ ગયા, અને હું એ વિચારો માં ખોવાઈ ગયો..!! વાત આશરે 9-10 વર્ષ પહેલા ની વાત છે , મારા લગ્ન માટે છોકરી જોવાનું ચાલુ હતું, તે સમય દરમિયાન લગભગ દર રવિવારે ક્યાંક કે ક્યાંક છોકરી જોવાનું નક્કી જ હોય, કોઈ વાર હું અને મમ્મી