મન સાથે વાત

  • 4.6k
  • 4
  • 1.6k

મન સાથે વાત- રાકેશ ઠક્કરપ્રિય મન, આમ તો તને પત્ર લખવાની જરૂર જ નથી. પરંતુ તું મારી પાસે તારા વિશે પત્ર લખાવી રહ્યું છે. કેમકે આ પત્ર બધાં વાચકો વાંચવાના છે. અને એમાંથી તારા વિશે- મન વિશે એમને જાણવા મળવાનું છે. અમારા સુખ- દુ:ખ, આનંદ- ઉદાસી બધાનું ઉદગમસ્થાન અને આધાર તું જ છે. માણસ સફળતા પ્રથમ તારી પાસેથી મેળવે છે. મનમાં જો એ હકારાત્મક વિચારો કરતો હોય અને જીતનો વિશ્વાસ રાખતો હોય તો એને સફળ થતાં કોઇ અટકાવી શકતું નથી. તારા વિશે દરેક ભાષાઓમાં પ્રેરણાત્મક વાક્ય અને કહેવતો છે. કહ્યું છે કે 'મન ચંગા તો કથરોટમેં ગંગા' અથવા 'મન હોય