માને તો દિવાળી, નહિ તો હોળી..!

  • 4k
  • 1.4k

માને તો દિવાળી, નહિ તો હોળી..! પ્રસંગ કે, તહેવાર પ્રમાણે જ મગજનું ‘પાવર-હાઉસ’ ઝગારા મારે, એ મહત્વનું નથી. અમુકના મગજ તો એવાં કે પ્રસંગ ને તહેવાર આવે તો જ ચાકે ચઢે..! એવાં તકવાદી, ને તકલાદી..! સપરમાં દિવસોમાં ઘસાતું તો બોલવું ના જોઈએ પણ, શરીરના ફેસીયલમાં જ આજે લોકો મસ્ત ને વ્યસ્ત..! ચહેરો ઝમઝમ થવો જોઈએ, બાકી મગજની ઈમારત ભલે મોગલે આઝમના ખંડેર કિલ્લા જેવી હોય..! શબ્દ, વિચાર, વાણી, વર્તન અને વ્યવહાર સાથે તો એનો સાંધો જ ના હોય. પોતે ક્યાં ફરતો હોય, એના મગજની ધરી ક્યાં ફરતી હોય..! પણ જેનો જેવો સંગ તેવો તેનો રંગ..! જેટલી મજુરી દેહ માટે કરે, એટલી આત્મા