લાઈફ દોસ્તી દગો

  • 3.2k
  • 4
  • 1.1k

આજે ફરી સવાર થયું અને રાત પણ થઇ ગયી. ક્યાં ખબર પડે છે. લાઈફ પણ આવી જ રિતે વીત્યા કરે છે. જિંદગી કઈ રાજશ્રી મુવી જેવી થોડી છે કે એન્ડ માં બધું જ સારું થઈ જાય. જિંદગી તો જિંદગી છે એની પાસેથી કઈ મેળવવું હોય તો સામે કઈ આપવું જ પડે. અને જો ખુશ થઇ ને ના આપીયે તો પણ એ તો લઇ જ લેશે. મોટાભાગ ના ઇન્ડિયાના લોકો ને એવુ લાગે છે કે જેમની પાસે ગાડી બઁગલો હોય જે વિદેશમાં હોય એ લોકો હંમેશા ખુશ હોય છે એમને જિંદગી બધુજ આપી દે છે પણ લોકો ને કેમ કહી