નેહડો (The heart of Gir) - 3

(33)
  • 7.7k
  • 1
  • 4.9k

ગેલો અથરો થઈ આવ્યો. ડાંગ થાંભલીનાં ટેકે મૂકી. કાયમી ખભે રાખતો તે ભૂરા કલરની લૂંગી. જે તડકામાં માથે બાંધવામાં કામ આવતી,ઘડીક ઝાડને છાંયડે આરામ કરવો હોય તો પાથરવા માટે, બેઠા હોય ત્યારે ભેટ મારીને આરામખુરશી કરવા માટે, ને પરસેવો પૂછવો હોય ત્યારે રૂમાલ તરીકે કામમાં આવતી.તેનાં વડે પરસેવો અને ધૂળ મળી મોઢાં પર ચોંટી ગયેલ કાળાશ લૂછી,જોડા કાઢી મહેમાન સામે આંખો ખોડી ઓસરી ચડ્યો. બે મહેમાન ખાટલે બેઠાં હતાં. બંનેનું મોઢું જોઈ કંઈક અજુગતું બન્યાનો અણસાર ગેલા ને આવી ગયો. તેનાં બત્થડ શરીરમાં નબળાઈની એક ઝણઝણાટી પસાર થઈ ગઈ.ગેલાએ પોતાની