કૉલેજ કેમ્પસ - 5 - (એક દિલચસ્પ પ્રેમકથા)

(47)
  • 15.9k
  • 3
  • 13.4k

ઈશીતા અર્જુનની રાહ જોતી બહાર ગેટ પાસે જ ઉભી રહી ગઈ. અર્જુન અને ઈશીતા બંને બાજુ બાજુમાં જ રહેતાં હતાં, બંનેના ફેમીલીને પણ ક્લોઝ રિલેશન હતાં એટલે બંને રોજ સાથે એકજ એક્ટિવા ઉપર કોલેજ આવતાં અને ઘરે જતાં. સાન્વી બસમાં કોલેજ આવતી એટલે વેદાંશ તેની બાજુમાં આવીને ઉભો રહ્યો અને તેને પૂછવા લાગ્યો કે," તને ડ્રોપ કરી જવું ઘરે ? " અને સાન્વીએ પોતાનું માથું નકારમાં જ ધુણાવ્યું અને વેદાંશના ગયા પછી ઈશીતાને પૂછવા લાગી કે, "આ કોલેજમાં રોજ આવું જ હોય છે કે પછી ભણવાનું પણ ચાલે છે ? નહિતર હું તો વિચારું છું કે કોલેજ ચેન્જ કરી દઉં." ઈશીતા: ના