કૉલેજ કેમ્પસ - 2 - (એક દિલચસ્પ પ્રેમકથા)

(65)
  • 21.1k
  • 4
  • 18.1k

સાન્વી, અર્જુન અને વેદાંશ સાથે શેકહેન્ડ કરે છે એટલે વેદાંશ સાન્વીનો હાથ જરા પકડેલો રાખે છે અને એકીટસે તેની સામે જ જોયા કરે છે જાણે તેનામાં ખોવાઈ ગયો હોય અને તેને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હોય તેમ. એટલે ઈશિતા વેદાંશને સ્હેજ ધક્કો લગાવીને ભાનમાં લાવે છે અને સાન્વીનો હાથ છોડવા ઈશારો કરે છે. વેદાંશ ચોંકી ઉઠે છે અને સાન્વીનો હાથ એકદમ છોડી દે છે અને બોલી પડે છે કે, "ઑહ, આઈ એમ સોરી" ઈશિતા, અર્જુન અને વેદાંશ એન્જિનિયરીંગના થર્ડ ઇયરમાં છે. સાન્વીએ ફર્સ્ટ ઈયરમાં ઍડમિશન લીધું છે. સાન્વીએ પોતાની સ્કૂલમાં 82% સાથે 12 સાયન્સમાં ટોપ કર્યું હતું. એટલે તેને